નમાઝનો સુન્નત તરીકો | namaz ka tarika

 દોસ્તો આજ કે ઈસ્લામીક બ્લોગ મેં હમ namaz ka tarika ગુજરાતી મેં શીખેગે Namaz ઈસ્લામ મેં બુનિયાદી ફરઝો મેં સે એક અહમ ફરીજા હૈ અગર હમને નમાઝ કો શીખ કર અચ્છી તરહ અદા કી તો હમારી નમાઝ ખુશ ખૂજુ વાલી બનેગી namaz ka tarika સીખ કર  નમાઝ પઢેગે તો હમારી નમાઝ સહી હોગી અમારી સહી નમાઝ હમે ગુનાહો સે રોકેગી તો દોસ્તો જ્યાદા દેર ના કરતે હુયે namaz ka Tarika કા ઇસ્લામિક બ્લોગ (islamic blog) સુરુ કરતે હૈ.

Namaz ka tarika


નમાઝનો સુન્નત તરીકો | namaz ka tarika

અલ્હમ્દ લિલ્લાહિ વ કફા વ સલામુન અલા ઈબાદિહિલ્લઝીનસ્તફા.


નમાઝ દીન નો આધારસ્તંભ છે.  Namaz ને સુત્રત તરીકા પ્રમાણે અદા કરવી પ્રત્યેક મુસ્લિમની ફરઝ છે. આપણે નચિંતપણે Namaz ના અરકાનને મન ફાવે અને સમજમાં આવે તેવી રીતે અદા કરતા રહીએ છીએ અને Namaz ના અરકાનને મસ્નૂન તરીકા અનુસાર અદા કરવાની દરકાર તથા ચિંતા રાખતા નથી. આ જ કારણે આપણી નમાઝો સુન્નતના અનવાર અને બરકાતથી મહરૂમ રહે છે. હાલાં કે આ અરકાનને સારી રીતે અદા કરવામાં સમય વધુ ખર્ચાતો નથી અને વધુ મહેનત પણ કરવી પડતી નથી. બસ, થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. જો આપણે જરાક ધ્યાન આપીને namaz ka tarika શીખી લઇશું અને એની ટેવ પાડી દઈશું તો જેટલા સમયમાં આજે Namaz પઢીએ છીએ, તેટલા જ સમયમાં સુન્નત પ્રમાણેની Namaz અદા કરી શકીશું અને તેના સવાબ તથા અનવાર અને બરકાતમાં પણ ઘણો વધારો કરી શકીશું, (ઇન્શા અલ્લાહ).


સહાબએ કિરામ (રદિ.) Namaz ના એક એક Amal ને ખૂબ ધ્યાનપૂર્વક સુત્રત પ્રમાણે અંજામ આપવાની ઘણી જ તકેદારી રાખતા હતા અને namaz ki sunnate ને પરસ્પર એકબીજાથી શીખતા-શીખવતા હતા.


આ જ જરૂરતની નજર સમક્ષ અહકરે પોતાની એક મજલિસમાં નમાઝ નો મસનુન તરીકો ( namaz ka masnoon tarika ) બયાન કર્યો હતો અને નમાઝમાં પ્રચલિત થઇ ગયેલી ભૂલો-ગલતીઓની તરફ પણ અંગૂલિનિર્દેશ કર્યો હતો, જેનાથી અલ્લાહ (Allah)તઆલાના ફઝલથી સાંભળનારાઓને ઘણો જ ફાયદો થયો. કેટલાક દોસ્તોએ મારી આ વાતને કિતાબ ની સકલ માં છપાવવાની ઇચ્છા દર્શાવી, જેથી દરેક માણસ એનાથી ફાયદો ઉઠાવી શકે. આ નાનકડી કિતાબમાં નમાઝનો મસ્તૂન તરીકો અને નમાઝને આદાબની સાથે અદા કરવાની રીત બયાન કરવાનો હેતુ છે. Allah તઆલા એને આપણા સૌના માટે લાભદાયી બનાવે અને એના પર amal કરવાની તવફીક અતા ફરમાવે, ameen !


બિહમ્દિલ્લાહ, નમાઝના મસાઇલ અને અહકામ પર નાની-મોટી અસંખ્ય કિતાબો પ્રગટ થઇ ચૂકી છે. અત્રે નમાઝના તમામ મસાઇલ વર્ણવવાનો આશય નથી, બલકે માત્ર નમાઝના અરકાનની હયઅત (શકલ-સૂરત) સુન્નત પ્રમાણે બનાવવા માટે અમુક જરૂરી વાતો બયાન કરવી છે અને તે ભૂલો તથા કોતાહીઓ-ખામીઓ તરફ આંગળી ચીંધવી છે, જે આજકાલ ઘણી જ પ્રચલિત બની ગઇ છે.


આ થોડીક વાતો પર અમલ કરવાથી ઇન્શાઅલ્લાહ કમસે કમ નમાઝની જાહેરી સૂરત સુન્નત પ્રમાણે થઈ જશે અને મુસલમાન પોતાના પરવરદિગારના દરબારમાં કમસે કમ આ દરખાસ્ત રજૂ કરી શકશે કે :


તેરે મહબૂબકી યા રબ ! શબાહત લે કે આયા હૂં, હકીકત ઇસકો તૂ કર દે, મેં સૂરત લે કે આયા હૂં.


વમા તવફીકી ઇલ્લા બિલ્લાહ, અલયહિ તવક્કલતુ વ ઇલયહિ ઉનીબ.


અહકર, (મવ. મુફતી) મુહમ્મદ તકી ઉસ્માની (સા.) ઉફિ-ય  અન્હુ 

* નમાઝનો સુન્નત તરીકો | namaz ka tarika

નમાઝ શરૂ કરતાં પહેલા


આ વાતો યાદ રાખો અને આપ એના પર અમલ કરી રહ્યા છો કે નહિ તે વાતનો સંતોષ કરી લો :


(૧) આપનું રુખ-મુખ કિબ્લા તરફ હોવું જરૂરી છે.


(૨) સીધા ઊભા રહેવું અને પોતાની નજર સિજદાની જગ્યાએ રાખવી. ગરદનને ઝુકાવી થોડી છાતીની સાથે લગાવી લેવી પણ મકરૂહ છે અને અકારણ છાતીને ઝુકાવી ઊભા થવું દુરુસ્ત નથી. નજર સિજદાની જગ્યાએ પડે એ પ્રમાણે સીધા ઊભા રહેવું.


(૩) પોતાના પગની આંગળીઓનું રુખ પણ કિબ્લા તરફ રાખવું અને બંને પગ સીધા કિબ્લારુખ રાખવા.


(૪) બંને પગની વચ્ચે કમસે કમ ચાર આંગળીઓનું અંતર રાખવું.


(૫) જો જમાઅતની સાથે નમાઝ પછી રહ્યા હોવ તો પોતાની સફ સીધી રાખવી. સફ સીધી કરવાનો બેહતરીન તરીકો આ છે કે દરેક માણસ પોતાની બંને એડીઓના છેડાઓને સફ યા સફની નિશાનીની અંતિમ કિનારી પર નીચે દોરેલી આકૃતિ પ્રમાણે મૂકી લે-ગોઠવી લે.


(૬) જમાઅતની સાથે નમાઝ પઢવાની સ્થિતિમાં આ વાતની પણ ચકાસણી કરી લેવી કે પોતાની જમણે- ડાબે ઊભા રહેનારાઓના બાજૂઓની સાથે તમારા બાજૂઓ મળેલા છે કે નહિ ? અને વચ્ચે કંઇ અંતર તો રહ્યું નથી ને ?


(૭) પાયજામાને ઘૂંટીઓથી નીચે બાંધવો-લટકાવવો દરેક હાલતમાં નાજાઇઝ છે. જાહેર છે કે નમાઝમાં એની ખરાબી ઔર વધી જાય છે. આ કારણે પાયજામો ઘૂંટીઓથી ઊંચે બાંધેલો છે કે નહિ તેની ચકાસણી કરી લેવી.


(૮) બાંયો સંપૂર્ણપણે ઢાકેલી હોવી જોઈએ. માત્ર હાથ ખુલ્લા રાખવા જોઈએ. કેટલાક લોકો બાંયો ચઢાવીને નમાઝ પઢે છે તે રીત દુરુસ્ત નથી.


(૯) એવાં કપડાં પહેરીને નમાઝ પઢવી મકરૂહ છે, જે કપડાં પહેરીને ઇન્સાન લોકોની સામે જતો ન હોય.


નમાઝ શરૂ કરતી વખતે 


(૧) જે નમાઝ પઢતો હોય તેની દિલમાં નિય્યત કરી લેવી, જીભથી નિય્યતના શબ્દો કહેવા જરૂરી નથી.


(૨) હાથોને કાનો સુધી એ રીતે ઉઠાવવા કે હથેળીઓનું મુખ કિલ્લા તરફ રહે અને અંગૂઠાની કિનારીઓ કાનની લવ (ટીસી)થી બિલકુલ મળી જાય અથવા લવની બરાબર થઇ જાય અને બાકીની આંગળીઓ ઉપરની તરફ સાધી રહે.


* કેટલાક લોકો હથેળીઓનું રૂખ કિબ્લા તરફ કરવાને બદલે કાનો તરફ કરી લે છે.


* કેટલાક લોકો કાનોને હાથો વડે બિલકુલ ઢાંકી લે છે.


* કેટલાક લોકો હાથને પૂરી રીતે કાનો સુધી ઉઠાવ્યા વિના માત્ર હલકો ઇશારો કરી લે છે.


* કેટલાક લોકો કાનની ટીસીઓને હાથો વડે પકડી લે છે.


આ સઘળી રીતો ગલત અને સુન્નતની વિરુદ્ધ છે, એને છોડવી જોઈએ.


(૩) ઉપરોકત તરીકા અનુસાર હાથ ઉઠાવતી વખતે અલ્લાહુ અકબર કહેવું, ત્યાર બાદ જમણા હાથના અંગૂઠા અને નાની આંગળી વડે ડાબા પહોંચાની ફરતે વર્તુળ બનાવી, એને પકડી લેવું અને બાકીની ત્રણ આંગળીઓને ડાબા હાથની પીઠ પર એવી રીતે ફેલાવી-બિછાવી દેવી કે ત્રણેવ આંગળીઓનું રુખ કોણી તરફ રહે.


(૪) બંને હાથોને ઘૂંટીની જરા નીચે ઉપરોક્ત તરીકા મુજબ બાંધી લેવા.

ઊભા થવાની હાલતમાં


(૧) જો એકલા નમાઝ પઢી રહ્યા હોય યા ઇમામત કરી રહ્યા હોય તો પ્રથમ સુબ્હાનકલ્લાહુમ્મ.... પછી સૂરએ ફાતિહા, પછી કોઇ સૂરહ પઢવી અને જો કોઇ ઇમામની પાછળ હોય તો માત્ર સુબ્હાનલ્લાહુમ્મ.... પઢીને ચૂપ થઈ જવું અને ઈમામની કિરા'તને ધ્યાનપૂર્વક સાંભળવી. જો ઇમામ જોરથી ન પઢી રહ્યા હોય તો જીભ હલાવ્યા વિના મનોમન (દિલમાં ને દિલમાં) સૂરએ ફાતિહાનું ધ્યાન ધરી રાખવું.


(૨) જ્યારે પોતે કિરા'ત કરી રહ્યા હોય તો સૂરએ ફાતિહા પઢતી વખતે બેહતર આ છે કે દરેક આયત પર અટકીને શ્વાસ તોડી નાખે. ત્યાર બાદ બીજી-નવી આયત પઢે. એક જ શ્વાસમાં અનેક આયતો પઢે નહિ. દૃષ્ટાંતરૂપે અલ્હદુ લિલ્લાહિ રબિલ આલમીન પર શ્વાસ તોડી નાખે. પછી માલિકી યમ્મિદ્દિન પર. આ પ્રમાણે પૂરી સૂરએ ફાતિહા પઢવી. અલબત્ત, એના પછીની કિરા'તમાં એક શ્વાસમાં એકથી વધુ આયતો પઢી લેશે તો વાંધાજનક નથી.


(૩) કોઇ જરૂરત વિના, અકારણ શરીરના કોઈ અંગને હલાવે નહિ. જેટલા સંતોષપૂર્વક ઊભા રહેશો તેટલું જ બહેતર છે. જો ખુજલી વગેરેની જરૂરત હોય તો માત્ર એક જ હાથનો ઉપયોગ કરવો અને તે પણ કેવળ સખત જરૂરતના સમયે જ અને કમસે કમ પ્રમાણમાં.


(૪) બદનનું પૂરું વજન એક પગ પર મૂકીને બીજા પગને એવી રીતે ઢીલો છોડી દેવો કે વાંકો થઈ જાય, નમાઝના અદબની વિરુદ્ધ છે. આ વાતથી પરહેઝ કરવો. કાં તો બંને પગે એકસરખું વજન દેવું, કાં તો એક પગ પર વજન દે તો એવી રીતે દે કે બીજા પગમાં ટેઢાશ કે વક્રતા (વાંકાપણું) ઉત્પન્ન થવા ન પામે.


(૫) બગાસું આવવા માડે તો એને રોકવાની પૂરી કોશિશ કરવી.


(૬) ઊભા રહેવાની હાલતમાં નજર સિજદાની જગ્યાએ રાખવી. આસપાસ કે સામે જોવાથી પરહેઝ કરવો.


રુકૂઅની હાલતમાં


રુકૂઅમાં જતી વખતે નીચેની વાતોનો ખાસ ખ્યાલ રાખવો :


(૧) પોતાની ઉપરના ધડને એટલી હદે ઝુકાવવું કે ગરદન અને પીઠ લગભગ એકસરખા થઈ જાય. એથી વધુ યા એથી ઓછું નમાવે નહિ.

(૨) રુકૂઅની હાલતમાં ગરદનને એટલી ન ઝુકાવે કે હડપચી છાતીથી લાગવા માંડે અને ન તો એટલી ઉપર રાખે કે ગરદન પીઠથી ઊંચી થઇ જાય; બલકે ગરદન અને પીઠ સમાંતર થઈ જવાં જોઈએ.


(૩) રુકૂખમાં પગ સીધા રાખવા. એમનામાં ટેઢાશ કે વાંકાઇ ઉત્પન્ન થવા દેવી નહિ.


(૪) બંને હાથ ઘૂંટણો પર એવી રીતે મૂકવા કે બંને હાથની આંગળીઓ ખુલ્લી રહે, એટલે કે પ્રત્યેક બે આંગળીઓની વચ્ચે અંતર રહે. આ પ્રમાણે જમણા હાથથી જમણા ઘૂંટણને અને ડાબા હાથથી ડાબા ઘૂંટણને પકડી લેવો.


(૫) રુકૂઅની હાલતમાં બંને કલાઈ અને બાજૂઓ સીધા તણાયેલા રહેવાં જોઇએ. વાંકા થવા જોઈએ નહિ.


(૬) રૂકૂઅમાં ઓછામાં ઓછું એટલીવાર થોભવું કે શાંતિપૂર્વક ત્રણવાર સુલ્હા-ન રબ્બિયલ અઝીમ કહી શકાય.


(૭) રૂકૂઅની હાલતમાં નજર પગની તરફ રહેવી જોઇએ.


(૮) બંને પગ પર એકસરખું વજન રહેવું જોઈએ અને બંને પગની ઘૂંટીઓ એકબીજાની સામે રહેવી જોઇએ.


રુકૂઅથી ઊભા થતી વખતે


(૧) રુફૂઅથી ઊભા થતી વખતે એટલું સીધું થઇ જવું કે બદનમાં કશું વાંકાપણું રહેવા ન પામે.


(૨) આ હાલતમાં પણ નજર સિજદાની જગ્યાએ રહેવી જોઈએ.


(૩) કેટલાક લોકો ઊભા થતી વેળા ઊભા થવાને બદલે ઊભા થવાનો માત્ર ઇશારો કરે છે અને બદનના ઝુકાવની હાલતમાં જ સિજદા માટે ચાલ્યા જાય છે. આવું કરનારે નમાઝને નવેસરથી પઢવી વાજિબ છે. એટલે આ વાતથી સખતાઇપૂર્વક બચવું જોઇએ. જ્યાં સુધી સીધા (ઊભા) થવાનો સંતોષ ન થઇ જાય ત્યાં સુધી સિજદામાં જવું નહિ.


સિજદામાં જતી વખતે


સિજદામાં જતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું :


(૧) સૌપ્રથમ ઘૂંટણોને વાંકા વાળી એમને જમીન તરફ એ પ્રમાણે લઇ જવા કે છાતી આગળ ઝુકે નહિ, ઘૂંટણો જમીન પર ટેકવાઇ ગયા પછી છાતીને ઝુકાવે.


(૨) જ્યાં સુધી ઘૂંટણો જમીન પર ટેકવાઈ ન જાય ત્યાં સુધી ઉપરના ધડને ઝુકાવવાથી યથાશકિત બચવું.


આજકાલ સિજદામાં જવાના આ મન્સૂસ અદબથી ખૂબ બેપરવાઇ વર્તવામાં આવે છે. મોટા ભાગના લોકો શરૂઆતથી જ છાતી આગળ ઝુકાવીને સિજદામાં જાય છે; પરંતુ સહીહ તરીકો તે જ છે જે ક્રમાંક ૧ અને ક્રમાંક ૨માં વર્ણવાયો છે. કોઇ જાતની મજબૂરી વગર એને છોડવો ન જોઇએ.


(૩) ઘૂંટણો પછી પ્રથમ હાથ જમીન પર મૂકવા, પછી નાક, પછી પેશાની.


સિજદામાં


(૧) સિજદામાં માથાને બંને હાથોની વચ્ચે એ પ્રમાણે ગોઠવે કે બંને અંગૂઠાના છેડા કાનોની ટીસીની સામે થઇ જાય.


(૨) સિજદામાં બંને હાથોની આંગળીઓ બંધ રહેવી જોઇએ. એટલે કે આંગળીઓ બિલકુલ એકબીજાથી મળેલી-જોડાયેલી રહેવી જોઇએ અને એમના દરમિયાન અંતર ન રહેવું જોઇએ.


(૩) આંગળીઓનું મુખ કિબ્લા તરફ રહેવું જોઈએ.


(૪) કોણીઓ જમીનથી ઊઠેલી-અલગ રહેવી જોઈએ. કોણીઓને જમીન પર ટેકવી દેવી દુરુસ્ત નથી.


(૫) બંને બાજૂઓ પાસાંઓથી અલગ, હટેલાં સોવાં જોઇએ. એમને પડખાંઓથી બિલકુલ જોડી દેવા દુરુસ્ત નથી.


(૬) કોણીઓને જમણે-ડાબે એટલી દૂર સુધી પણ ન ફેલાવે કે જેથી આજુબાજુ નમાઝ પઢનારાઓને તકલીફ થાય.


(૭) જાંઘો પેટની સાથે મળેલી ન હોવી જોઈએ. પેટ અને જાંઘો અલગ અલગ રહેવાં જોઇએ.


(૮) પૂરા સિજદા દરમિયાન નાક જમીન પર ટેકાયેલું- ગોઠવાયેલું રહેવું જોઇએ. જમીનથી ઊઠવું ન જોઇએ.


(૯) બંને પગ એવી રીતે ઊભા રાખવા કે એડીઓ ઉપર રહે અને બધી આંગળીઓ સારી રીતે વળીને કિબ્લારુખ થઇ ગયેલી હોય, જે લોકો પોતાના પગની બનાવટને કારણે તમામ આંગળીઓ વાળવા શક્તિમાન ન હોય, તેઓ જેટલી વાળી શકે એટલી વાળવાનો પ્રયત્ન કરે. અકારણ આંગવીઓને જમીન પર સીધી ટેકવવી દુરૂસ્ત નથી.


(૧૦) સિજદા દરમિયાન પગ જમીનથી ઊઠવા ન પામે એનો ખાસ ખ્યાલ રાખવો. કેટલાક લોકો એ પ્રમાણે સિજદો કરે છે કે પગની કોઇ આંગળી એક સેકન્ડ માટે પણ જમીન પર ગોઠવાતી-ટેકવાતી નથી. આ રીતે સિજદો અદા થતો નથી અને પરિણામે નમાઝ પણ થતી નથી. આ વાતથી કાળજીપૂર્વક પરહેઝ કરવો જોઇએ.


(૧૧) સિજદાની હાલતમાં ઓછામાં ઓછું એટલીવાર થોભવું કે ત્રણ વખત સુબ્હા-ન રબ્બિયલ અખૂલા સંતોષપૂર્વક કહી શકાય. પેશાની ગોઠવીને તરત ઉઠાવી લેવાની મનાઇ છે.


બંને સિજદાઓ દરમિયાન


(૧) એડ સિજદાથી ઊડીને સંતોષપૂર્વક બેઉ જાંઘ પર બેસી જવું. પછી બીજો સિજદો કરવો. જરાક માથું ઉઠાવીને સીધા (બેઠા) થયા વિના બીજો સિજદહ કરી લેવો ગુનાહ છે અને આ પ્રમાણે કરવાથી નમાઝ ફરીથી પઢવી વાજિબ છે.


(૨) ડાબો પગ બિછાવીને એના પર બેસવું અને જમણો પગ એ પ્રમાણે ઊભો કરી લેવો કે એની આંગળીઓ વળીને કિબ્લારુખ થઈ જાય. અમુક લોકો બંને પગ ઊભા કરીને એમની એડીઓ પર બેસી જાય છે, આ રીત ખરી નથી.


(૩) બેસતી વખતે બંને હાથ જાંઘો પર મૂકેલાં હોવા જોઇએ, પરંતુ આંગળીઓ ઘૂંટણો તરફ લટકેલી હોવી જોઇએ નહિ, બલકે આંગળીઓના આખરી છેડા ઘૂંટણોના પ્રારંભિક કિનારા સુધી પહોંચી જવા જોઇએ.


(૪) બેઠેલા હોય ત્યારે નજર પોતાની ગોદ તરફ હોવી જોઈએ.


(૫) એટલી વાર બેસે કે એમાં કમસે કમ એક વખત સુબ્હાનલ્લાહ કહી શકાય અને જો એટલી વાર બેસે એમાં-


اللهُمَّ اغْفِرُ لِي وَارْحَمْنِي وَعَافِنِي وَارْزُقْنِي


دود واجبرني وارفعني :


અલ્લાહુમ્મમ્ફિર લી, વર્હમ્ની, વ આફિની, વઝુક્ની, વજ્બુર્ની, વર્ફઝ્ની.


(તિરમિઝીઃ ૨૮૪, ઇબ્ને માજહઃ ૮૯૮, અબૂ દાવૂદઃ ૮૫૦,)


-પઢી શકાય તો બેહતર છે. અલબત્ત, ફર્ઝ નમાઝોમાં આ કલિમાત પઢવાની જરૂર નથી. નફલ નમાઝોમાં પઢી લેવા બેહતર છે.


બીજો સિજદહ અને એમાંથી ઉઠવું


(૧) બીજા સિજદામાં પણ આ પ્રમાણે જાય કે પ્રથમ બંને હાથ જમીન પર મૂકે, પછી નાક, પછી પેશાની.


(૨) સિજદાની શકલ–સૂરત તે જ હોવી જોઇએ, જે વર્ણન પહેલા સિજદામાં થઈ ચૂક્યું છે.


(૩) સિજદામાંથી ઊઠતી વખતે જમીન પરથી પ્રથમ પેશાની ઉઠાવવી, પછી નાક, પછી હાથ, પછી ઘૂંટણ.


(૪) ઊઠતી વેળા જમીનનો સહારો ન લેવો બેહતર છે. અલબત્ત, જો બદન ભારે હોય યા બીમારી કે ઘડપણને કારણે મુશ્કેલી પડતી હોય તો સહારો લેવો પણ જાઇઝ છે.


(૫) ઊઠયા પછી દરેક રકા'તની શરૂઆતમાં સૂરએ ફાતિહાથી પહેલાં બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ પઢે.


કા'દામાં


(૧) બે સિજદાઓની વચ્ચે બેસવાનો જે તરીકો આ પહેલાં વર્ણવાયો છે તે જ કા'દામાં બેસવાનો તરીકો છે.


(૨) "અત્તહિય્યાત' પઢતી વખતે જ્યારે 'અશહદુદ અન લા' પર પહોંચે તો શહાદતની આંગળી ઉઠાવીને ઇશારો કરવો અને 'ઇલ્લલ્લાહ' પર મૂકી દેવી.


(૩) ઇશારો કરવાનો તરીકો આ છે કે વચલી આંગળી અને અંગૂઠા વડે વર્તુળ બનાવવું. સૌથી નાની અને એની સાથેની આંગળીને બંધ કરી લેવી અને શહાદતની આંગળીને આ પ્રમાણે ઉઠાવવી કે આંગળી કિબ્લા તરફ ઝુકેલી હોય. બિલકુલ સીધી આસમાનની તરફ ઉઠાવવી ન જાઇએ.


(૪) 'ઈલ્લલ્લાહ' કહેતી વખતે શહાદતની આંગળી તો નીચી કરી લેવી, પરંતુ બાકીની આંગળીઓનો જે આકાર ઇશારો કરતી વખતે બનાવ્યો હતો, એને છેલ્લે સુધી યથાવત્ રાખવો-બાકી રાખવો.


સલામ ફેરવતી વખતે | Salam Fer Ne Ka Tarika 


(૧) બંને તરફ સલામ ફેરવતી વખતે ગરદનને એટલી વાળવી કે પાછળ બેઠેલા માણસને તમારા ગાલ દેખાવા લાગે.


(૨) સલામ ફેરવતી વખતે નજર ખભા તરફ હોવી જોઇએ.


(૩) જ્યારે જમણી તરફ ગરદનને ફેરવીને-


السَّلَامُ عَلَيْكُم وَرَحْمَةُ اللهِ


અસ્સલામુ અલયકુમ વ રમતુલ્લાહ 


-કહો તો જમણી તરફ મવજૂદ ઈન્સાનો અને ફરિશ્તાઓને સલામ કરવાની નિય્યત કરવી અને ડાબી તરફ સલામ ફેરવતી વખતે ડાબી તરફ મવજૂદ ઈન્સાનો અને ફરિશ્તાઓને સલામ કરવાની નિય્યત કરવી.


દુઆનો તરીકો | Dua ka tarika 


(૧) દુઆનો તરીકો આ છે કે બંને હાથ એટલા ઉઠાવવામાં આવે કે તે છાતીની સામે આવી જાય. બંને હાથોની વચ્ચે થોડુંક અંતર રાખવું. હાથોને તદ્દન મેળવી દેવા નહિ અને બંનેની વચ્ચે વધુ અંતર પણ રાખવું નહિ.


(૨) દુઆ કરતી વખતે હાથોના આંતરિક ભાગને ચહેરાની સામે રાખવો.



एक टिप्पणी भेजें

और नया पुराने